PM Krishi Sinchayee Yojana 2024 | પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024: કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 નામની યોજના લાવી રહ્ય છે. આ યોજના દ્વારા સરકાર દેશના ખેડૂતોને ખેતરોની સિંચાઈ માટેના તમામ સાધનો પર સબસિડી આપશે. જેથી ખેડૂતો તેમના ખેતરોમાં સારી રીતે સિંચાઈ કરી શકશે અને સારા પાકનું ઉત્પાદન કરી શકે તેથી ખેડૂતોનો વિકાસ થાય. તમને જણાવી દઈએ કે આ PM Krishi Sinchayee Yojana 2024 માટે તમામ શ્રેણીના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજનામાં ખેડૂતોને સિંચાઈ માટેના તમામ સાધનો પર સબસિડી આપીને ખેડૂતોની સહાય કરવામાં આવશે. દેશનો કોઈપણ ખેડૂત આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 યોજના હેઠળ ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે.
આપણા દેશમાં લગભગ 141 મિલિયન હેક્ટરના કુલ વાવેતર વિસ્તારમાંથી હાલમાં લગભગ 65 મિલિયન હેક્ટર એટલે લગભગ 45 ટકા સિંચાઈ નીચે આવરી લેવામાં આવ્યા છે. શ્રમ ઉપર વધુ નિર્ભરતા રહેતા ખેડૂતો માટે સૂકાવિસ્તારોમાં ખેતીને જોખમી અને ઓછો ઉત્પાદક વ્યવસાય બનાવે છે. આ માટે સરકાર PM Krishi Sinchayee Yojana 2024 થી ખેડૂતોને સિંચાય માટે સહાય કરે છે. જેથી કરીને ખેડૂતો વધારે ઉત્પાદન લઈશકે અને આગળ વધી શકે. ખેડૂતો માટે સારી સિંચાય સગવડતા ઉત્પાદકતા અને કૃષિ આવકમાં વધારો કરે છે અને તેમની સાથે ખેતી સંબંધિત ટેકનીકોને વધારવામાં મદદ રૂપ થાય છે.
આજે આ લેખમાં અમે તમને PM Krishi Sinchayee Yojana 2024 વિશે તમામ જરૂરી માહિતી આપીશું. આ લેખમાં તમે જાણી શકશો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 માટે કેવી રીતે અરજી કરવી, જરૂરી દસ્તાવેજો, ફાયદા અને આ યોજનાની વિશેષતાઓ શું છે? ચાલો હવે આપણે લેખમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2024 વિશે જાણીએ.
પીએમ કૃષિ સિંચાઈ યોજના 2024 । PM Krishi Sinchayee Yojana 2024:
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત તમામ ખેડૂતોને સિંચાઈ માટેના સાધનોની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. આ PM Krishi Sinchayee Yojana 2024 એ એવી કૃષિ યોજના છે કે જેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડે છે. તમને ન ખબર હોય તો જણાવી દઈએ સરકારે આ PM Krishi Sinchayee Yojana 2024 | પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 ને વર્ષ 2026 સુધી લંબાવી છે. જેથી કરીને બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે.
આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 આગામી 5 વર્ષ માટે આ યોજનામાં અંદાજિત કુલ ખર્ચ 93068 કરોડ રૂપિયા રહેશે. અમે તમને જણાવી દઈએ કે આ યોજનામાં કુલ ખર્ચમાંથી 37454 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. જેથી આ યોજના માટે વધુ સારી રીતે કામ કરી શકાય અને આ યોજના માટે કોઈ પણ વંચિત ન રહીજાય. આ યોજનાથી ખેડૂતોને આગામી કેટલાક વર્ષો સુધી પાકની સિંચાઈ માટે ચોમાસા પર આધાર રાખવો પડશે નહીં.
આ યોજના હેઠળ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2024 હેઠળ જો કોઈ ખેડૂત સિંચાઈના સાધનો ખરીદે છે તો તેમને સરકાર તરફથી સબસિડી મળે છે. જેમ આપણે ઉપર લેખમાં ઉલ્લેખ કર્યો છે કે PM Krishi Sinchayee Yojana 2024 આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. આના દ્વારા લગભગ 22 લાખ ખેડૂતોને લાભ થશે જેમાંથી 2.5 લાખ અનુસૂચિત જાતિ અને 2 લાખ અનુસૂચિત જનજાતિના ખેડૂતોનો પણ સમાવેશ થાય છે.
યોજનાનું નામ:- | પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024, |
યોજનાને લગતા વિભાગ:- | કૃષિ વિભાગ, |
યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી:- | કેન્દ્ર સરકાર દ્વારા, |
ક્યારે શરુ કરવામાં આવી:- | 2015, |
લાભાર્થી:- | ભારતના ખેડૂતો, |
યોજના માટેનું ચાલુ વર્ષ:- | 2024, |
યોજનાનો હેતુ:- | ખેડૂતોને સિંચાઈ માટેના સાધનોની ખરીદી માટે, |
અરજીની પ્રક્રિયા:- | ઓનલાઈન, |
ઓફિશ્યલ વેબસાઈટ:- | pmksy.gov.in |
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2024 ના મુખ્ય મુદ્દા । Key points of PM Krishi Sinchai Yojana 2024
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 હેઠળ કેન્દ્ર સરકાર યોજનાના સંચાલન માટે તમામ રાજ્યોને કેન્દ્રીય અનુદાન પ્રદાન કરશે. આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે અને આ યોજના હેઠળ ત્રણેય ઘટકોના અમલીકરણને પૂર્ણ કરશે જેમકે એક્સીલરેટેડ ઈરીગેશન બેનિફિટ પ્રોગ્રામ (AIBP), હર ખેત કો પાણી (HKKP) અને વોટરશેડ ડેવલપમેન્ટ. આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો ભાગ 75:25 ટકા રહેશે. જેમાં 75% કેન્દ્ર સરકાર અને બાકી 25% રાજ્ય સરકાર ભોગવશે.
- ઉત્તર પૂર્વીય પ્રદેશો અથવા પર્વતીય વિસ્તારોમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટની રકમ 90% હશે અને રાજ્ય સરકાર 10% ચૂકવશે. કૃષિ સિંચાઈ યોજના ક્ષેત્રીય સ્તરે સિંચાઈમાં રોકાણનું સંકલન મેળવા માટે શરૂ કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા સિંચાઈના સાધનો વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
- ખેતીલાયક જમીનના વિસ્તરણની સાથે સાથે સિંચાઈની પણ જરૂર પડે છે, જેના માટે આ યોજના હેઠળ સરકાર દ્વારા કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત સિંચાઈ દરમિયાન પાણીનો બગાડ ઓછો થાય તે માટે પણ ધ્યાન આપવામાં આવશે. પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય જેથી કરીને પાણીનો બગાડ ન થાય અને તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય.
પીએમ કૃષિ સિંચાઈ યોજના 2024 માં સમાવેશ થતી અન્ય યોજના । Another scheme included in PM Krishi Sinchai Yojana 2024
તમને આ બાબતની નહિ ખબર હોય તેમાટે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે PM Krishi Sinchayee Yojana 2024 માં અન્ય ત્રણ મહત્વની યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય યોજનાઓ વિવિધ વિભાગો દ્વારા ચલાવવામાં આવી રહી છે. હવે આ બધાને એક યોજના PM Krishi Sinchayee Yojana 2024 હેઠળ લાવવામાં આવશે અને આગળ લઈ જવામાં આવશે. તો ચાલો આપણે તે યોજના વિશે માહિતી મેલાવિએ.
આ યોજનાઓનો PM Krishi Sinchayee Yojana 2024 હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
- એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ (AIBP): જળ સંસાધન મંત્રાલય, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ તેમને હવે જલ શક્તિ મંત્રાલય તરીકે પણ ઓળખાય છે.
- ઓન-ફાર્મ વોટર મેનેજમેન્ટ (OFWM): કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ.
- ઇન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (IWMP): જમીન સંસાધન વિભાગ, ગ્રામીણ વિકાસ મંત્રાલય.
પીએમ કૃષિ સિંચાઈ યોજના 2024 નો મુખ્ય ઉદેશ્ય । The main objective of PM Krishi Sinchai Yojana 2024
આપણે જાણીએ છીએ કે સરકાર દેશમાં ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અવાર નવાર લાવતી રહે છે. જેમાંથી સિંચાઈને લગતી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 પણ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની ટેગ લાઇન પ્રમાણે તેનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ક્ષેત્રને પાણી આપવાનો છે. આ યોજનામાં આપવામાં આવતી સબસિડી દ્વારા તમામ ખેડૂતો ઓછા પૈસામાં સારા સાધનો ખરીદી શકશે અને કોઈપણ મુશ્કેલી વિના તેમના ખેતરોમાં પર્યાપ્ત સિંચાઈ પણ આપી શકશે. તમને ખબર છે કે આ યોજના શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ્ય એ હતો કે તમામ ખેડૂતો તેમની સારી ખેતી અને ઉત્પાદન માટે યોગ્ય રીતે સિંચાઈ કરી શકે. ખેડૂતોને સાવ ચોમાસા પર આધાર રાખવો પડતો નથી.
આપણે જાણીએ છીએ કે દેશમાં ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસા પર નિર્ભર ખેડૂતોને ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી નુકસાન થયું છે. આવી સ્થિતિમાં જેમની આવક ખેતીમાંથી જ આવે છે તેમના માટે તે એક મોટી સમસ્યા બની જાય છે. જો આવું એકથી વધુ વખત થાય તો ખેડૂતો માટે આ સમસ્યા મોટી બની જાય છે. જેના કારણે ઘણી વખત ખેડૂતો ખેતી છોડીને આવકના નવા સ્ત્રોત માટે અન્ય રોજગાર તરફ વળે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર આ PM Krishi Sinchayee Yojana 2024 હેઠળ ખેડૂતોનું ખેતીમાંથી સ્થળાંતર અટકાવવા અને તેમને સિંચાઈ માટે સારી સુવિધા પૂરી પાડવા માટે અને તેમની નિયમિત આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી આ PMKSY 2024 યોજના શરૂ કરવામાં આવી છે.
પીએમ કૃષિ સિંચાઈ યોજના 2024 ના મુખ્ય ફાયદા । Key benefits of PM Krishi Sinchai Yojana 2024
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
પીએમ કૃષિ સિંચાઈ યોજના 2024 માટે કેવીરીતે અરજી કરવી । How to apply for PM Krishi Sinchai Yojana 2024
જો તમે પણ PM Krishi Sinchayee Yojana 2024 | પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 માટે અરજી કરવા માંગો છો તો તમારે આ pmksy.gov.in વેબસાઈટ પર તમારી નોંધણી કરાવવી પડશે. જે પછી તમે લોગિન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અને તમે રાજ્યની સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકો છો. તો ચાલો અપણે જોઈએ કે અરજી કેવી રીતે કરવી.
1. સૌ પ્રથમ અરજદારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 (pmksy.gov.in) ની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહશે. |
2. અહીં અરજદાર PM Krishi Sinchayee Yojana 2024 ના સંબંધિત તમામ માહિતી વાંચી શકશે. |
3. હવે અરજદારે પોતાના રાજ્યના કૃષિ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરવાની રહેશે. |
4. પછી વેબ પેજ પર તમારે લોગિન સેક્શનમાં જવું પડશે. |
5. પછી તમારા ઈમેલ આઈડી અને પાસવર્ડ વડે પોર્ટલ પર લોગઈન કરો. |
6. જો તમે નોંધણી ન કરાવી હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરો અને પછી લોગીન કરો. |
7. હવે અરજદારે પોતાના સબંધીત યોજના પર ક્લિક કરવાનું રહશે. |
8. ત્યાં પૂછવામાં આવેલી તમામ માહિતી સાચી ભરવાની રહશે. |
9. ત્યાર બાદ બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહશે. |
10. હવે અરજદારે બધી માહિતી અપડેટ કર્યા પછી સબમિટ કરવાનું રહશે. |
| અહીં ક્લિક કરો. |
| pmksy.gov.in |
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2024 માટે પાત્રતા । Eligibility for PM Krishi Sinchai Yojana 2024
PM Krishi Sinchayee Yojana 2024 | પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 માં ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા તમામ ખેડૂતો અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા અરજદારોએ નીચે દર્શાવેલ પાત્રતાના માપદંડોને અનુસરવા જેથી કરીને તમે PM Krishi Sinchayee Yojana 2024 માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો.
અરજી કરવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે.
- અરજી કરનાર અરજદાર મૂળ ભારત દેશનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- અરજી કરનાર ખેડૂતની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- તમામ રસ ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે.
- તમામ ખેડૂતો આ યોજના માટે પાત્રતા ધરાવશે.
- અરજદાર ખેડૂતો પાસે પોતાની ખેતીની જમીન હોવી જોઈએ.
- જે ખેડૂતોએ છેલ્લા 7 વર્ષથી લીઝ એગ્રીમેન્ટ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર લીધેલી જમીન પર ખેતી કરી છે તેઓ પણ આ યોજના હેઠળ અરજી કરી શકે છે.
- કોઈપણ સ્વ-સહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, સમાવિષ્ટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂત જૂથોના સભ્યો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
પીએમ કૃષિ સિંચાઈ યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો । Required Documents for PM Krishi Sinchai Yojana 2024
આ યોજના માટે જરૂરી દસ્તાવેજ વિશે વિગત વાર જાણીએ.
|
|
|
|
|
|
|
|
|
આ તમામ દસ્તાવેજ અરજદાર ખેડૂતે અરજી કરતી વખતે જરુરી રહશે, તો આની નોંધ ખાસ લેવી અરજદાર ખેડૂતે ખાસ નોંધ લેવી.
પીએમ કૃષિ સિંચાઈ યોજના 2024 માટે મહત્વની લિંક । Important link for PM Krishi Sinchai Yojana 2024
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો. |
નવીનતમ માહિતી મેળવા માટે | અહીં ક્લિક કરો. |
whatsapp group માં જોડાવા માટે | અહીં ક્લિક કરો. |